fbpx
ગુજરાત

ગામડાઓમાં કોરોના કાબૂમાં લેવા ‘વિજય નેહરા’ને જવાબદારી સોંપાવાની અડકળો



ગુજરાતના શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ ગામડાઓમાં કાબુમાં ના આવતા સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. ગુજરાત સરકારે ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન અને યોગ્ય તથા ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા માટે સરકારે ફરી એક વાર વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે એક વર્ષ પછી ફરીવાર કોરોના ટાસ્ક ફોર્સમાં નેહરાની એન્ટ્રી થઈ શકે છે.


અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાઓ પણ વધુ સંક્રમિત બન્યા છે, ખાસ કરીને ગામડાઓમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમકે ટાંચા સાધનો અને સારવારના અપૂરતા સાધનોને કારણે ગામડાઓની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
કોરોનાની બીજી લહેર ગામડાંઓમાં વ્યાપક બની જતા અને રાજ્યના ગ્રામ વિકાસ કમિશનર તરીકે વિજય નેહરાની કામગીરી અને જિલ્લા વાઈઝ સમીક્ષા જાેઈને રાજ્ય સરકારે ગામડાઓમાં કોરોના કાબુમાં લેવા માટે વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી શકે છે. તેની સાથે સાથે નેહરાનો કોવિડ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.


ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મામલે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાતોની મહત્વની બેઠક આજે બોલાવવામાં આવી છે. જેમાં ગામડાંઓમાં ફેલાતા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબૂત બનાવવાની જવાબદારી વિજય નેહરાને સોંપે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/