fbpx
ગુજરાત

મહામારી માટે તૈયાર નહોતા, આપણાથી ભૂલ થઈ છે અને તે માનવું જ પડશે -સોનું સૂદ



ગયા વર્ષથી એક્ટર સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન દેશમાં જરૂરિયાતમંદ લોકોની સતત મદદ કરી રહ્યો છે. હવે તે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં ચીન, ફ્રાંસ અને તાઈવાનની કંપનીઓ સાથે મળીને ભારતમાં ઘણા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં લાગી ગયો છે. એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે આ વાત કહી છે. આ સમયે તેણે એ પણ કહ્યું કે, ભારત આ મહામારી માટે ક્યારેય પહેલેથી તૈયાર નહોતું પરંતુ હવે આપણે ત્રીજી લહેર પહેલાં તૈયાર રહેવાની જરૂર છે.


સોનુ સૂદે કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ ૨૦ દિવસ પછી કંપનીઓ સાથે એક વચ્ર્યુઅલ મીટિંગ થવાની છે. હું લોજિસ્ટિક્સ પર વધારે મહેનત કરી રહ્યો છું અને વસ્તુઓ ભેગી કરવા મહેનત કરી રહ્યો છું. ઓક્સિજન પ્લાન્ટનો પ્રથમ સેટ મળશે. ફ્રાંસમાંથી ઓક્સિજન પ્લાન્ટ ખરીદીને દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને આપવામાં આવશે.


એક્ટરે વધુમાં કહ્યું, અમારી આઈડિયા છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે પહેલેથી તૈયાર રહીએ. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચવા માટે ટીમમાં સંખ્યા પણ વધારી છે. દરેક કોલ પર ૪૦૦ લોકોની ટીમ કામ કરી રહી છે. પરંતુ સોનુ સૂદનું માનવું છે કે વસ્તુઓ પહેલેથી ભેગી કરવી જરૂરી છે.


મહામારીમાં ભારતની સ્થિતિ વિશે સોનુએ કહ્યું, આપણા દેશના ય્ડ્ઢઁમાંથી માત્ર ૧થી૨% જ હેલ્થકેર પર ખર્ચવામાં આવે છે. આથી આપણે મહામારી માટે તો ક્યારેય તૈયાર જ નહોતા. ભારતની વસતી વધારે છે, પરંતુ આ બહાનું ના આપી શકાય. આપણે માનવું જ પડશે કે આપણાથી ભૂલ થઇ છે.


કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે ૨૨ કલાક સુધી કામ કરે છે. તેને રોજની ૪૦થી ૫૦ હજાર મદદ માટે રિક્વેસ્ટ આવે છે. તે બસ જેમ બને તેમ વધુને વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/