fbpx
ગુજરાત

વડોદરામાં બહેનની મદદથી સગીરા પર હવસખોર યુવકે બે વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

ડભોઇ તાલુકાના વસઇ ગામની એક સગીરાનું શખસ દ્વારા બે વર્ષ સુધી શારીરીક શોષણ કરવામાં આવતું હતું. આ શખસ સગીરાના પરિવારજનોને મારી નાંખવાની અને સગીરાના ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ શખસ સેવાલીયાનો હોવાનું જાણવા મળ્યું છે. આ દુષ્કર્મમાં શખસની બેન પણ તેને મદદ કરતી હતી. આ અંગે છેવટે વસઈના રહીશે ફરિયાદ નોંધાવતા પોલીસે સેવાલિયાના શખસ અને તેને મદદ કરતી તેની બેન સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના વસઇ ગામના એક રહીશે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામની હુસેની સોસાયટીમાં રહેતા આરોપી સમીર હારૂનભાઇ વ્હોરા (મુળ રહે.ખઢાણા, તા. પેટલાદ ,જિ.આણંદ) વર્ષ ૨૦૧૯થી અવારનવાર વસઈ ગામે આવતો હતો અને સગીરા સાથે સંપર્ક વધારી પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

સગીરાને જાણ બહાર સેવાલિયામાં તેની ફોઈના ઘરે પણ તે લઇ જતો હતો. ફોઈના ઘરે સગીરાને લઇ જઇ શારિરીક સંબંધ બાધ્યો હતો અને આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી સગીરાને આપતો હતો. એક દિવસ ડભોઇ શિનોર ચોકડી નજીક આવેલી કેનાલ ખાતે સગીરાને બળજબરીથી લઇ ગયો હતો. સગીરાને તેના ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી જબરદસ્તી કરી હતી. તેથી સગીરા વધુ ગભરાઈ હતી.
એટલું જ નહીં ફરિયાદમાં જણાવ્યું છે કે, એક દિવસ ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી કેનાલ ખાતે દીકરી સાયરાને બોલાવીને બળજબરીથી પોતાની સાથે લઇ ગયો હતો અને દીકરીને ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ.

દરમિયાન સમીરની બેન રોઝીનાબેન ઉફ્ર્‌ ગુડ્ડીબેન સોહીલભાઇ વ્હોરા (રહે. ઝેબ્રાપાર્ક સોસાયટી, પર્સનલ કેર સ્કૂલની બાજુમાં, ૧૦૦ ફૂટ રોડ, આણંદ )એ પણ સગીરા તું મારા ભાઇ સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી? મારો ભાઇ બોલાવે ત્યારે તારે એને મળવા આવવું પડશે જાે નહીં આવે તો તને બદનામ કરી નાંખીશું. તારા લગ્ન પણ ક્યાંય નહીં થવા દઇએ. તેમ કહી ધમકી આપતી રહેતી હતી. તેથી સગીરા વધુ ગભરાઈ ગઈ હતી અને આ બંને ભાઇ-બેનના ત્રાસથી છૂટવા પરિવારજનોને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ભાઇ -બેનની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/