fbpx
ગુજરાત

વડોદરામાં ૨૮૦ ડોક્ટરો હડતાળ, કોવિડ દર્દીઓની સારવાર નહીં કરવાની ચીમકી

વડોદરા સહિત રાજ્યની કોલેજાેના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ નોન કોવિડની કામગીરી આજથી બંધ કરી છે. જાેકે, આજે કોરોના દર્દીઓની સારવાર કરશે અને આવતીકાલથી કોરોનાના દર્દીઓની પણ સારવાર પણ બંધ કરશે. તબીબો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કરી દીધુ છે.

કોરોનાની મહામારીમાં દોઢ વર્ષથી ફ્રન્ટ વોરીયર તરીકે ફરજ બજાવી રહેલા તબીબોએ ૩ દિવસ પહેલા બ્લેક ડે મનાવ્યો હતો. અને વડોદરામાં ગોત્રી ય્સ્ઈઇજી કોલેજના ૨૮૦ તબીબો પડતર માગણીઓને લઇને આજથી હડતાળ પર ઉતર્યા છે. છેલ્લાં ૮ વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબો લડાયક મૂડમાં આવી ગયા છે. તબીબોએ સરકારને ૧૧ એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ મુજબ એનપીએ ચૂકવવા, સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં આજે મેડિકલ કોલેજના તબીબોએ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યાં હતા.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અમે વર્ષ ૨૦૧૨થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ, સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. છેલ્લા દોઢ વર્ષથી ડોક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે બિરુદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે, પરંતુ, તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. પરિણામે આજે અમારે હડતાળ પર જવાની ફરજ પડી છે. વડોદરામાં ૨૮૦ ડોક્ટર અને ગુજરાતમાં ૧૭૫૦ ડોક્ટર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/