fbpx
ગુજરાત

રાજકોટમાં એનસીપી નેતા રેશ્મા પટેલના આમરણાંત ઉપવાસ યથાવત્‌

રાજકોટમાં એનસીપી નેતા રેશ્મા પટેલના આમરણાંત ઉપવાસ યથાવત છે. કોરોના મહામારી વચ્ચે રેશ્માએ સરકાર પાસે વિવિધ માંગણીઓ કરી છે. નર્મદા જિલ્લાના તંત્રનો વિવાદિત જવાબ આપતા રેશ્મા આકરા પાણીએ જાેવા મળી હતી.

નર્મદા જિલ્લામાં ૬૭૧ ગામડાઓમાં કોવિડ સેન્ટર ચાલુ હોવાનો તંત્રએ દાવો કર્યો હતો.જાે કે રેશ્મા પટેલે આ વાતને નકારીને વાહિયાત ગણાવી હતી. વહીવટદાર, ડોકટરો અને કોવિડ સેન્ટરના નંબરો જાહેર કરવાની માંગ કરી હતી. રેશ્મા પટેલે ગુજરાતની જવાબદારી જ્યાં સુધી સરકાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Follow Me:

Related Posts