વડોદરામાં મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા
વડોદરા સહિત રાજ્યના જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે. જેમાં આજથી કોવિડની કામગીરી તબીબી પ્રાધ્યાપકોએ બંધ કરી છે. પોતાની પડતર માગણીઓને ઉકેલ ન આવતા છેવટે તબીબી પ્રાધ્યાપકોએ આજથી અચોક્કસ મુદ્દત સુધી કોરોના દર્દીઓની સારવાર નહીં કરે તેવો ર્નિણય કર્યો છે.
તબીબી પ્રાધ્યાપકોએ ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા અને સરકારી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોને મળતા તમામ લાભો આપવાની માગ કરી હતી. જાેકે, તબીબો પ્રાધ્યાપકો હડતાળ પર જશે તો પણ કોરોના દર્દીઓની સારવારમાં અસર નહીં થાય, કારણ કે, જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબો ફરજ પર હાજર છે. જેઓ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
છેલ્લાં ૮ વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબો હવે લડાયક મૂડમાં આવી ગયા છે. એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ અને કેન્દ્ર સરકાર મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં આજે મેડિકલ કોલેજના તબીબોએ આજથી કોરોનાના દર્દીઓની સારવાર નહીં કરવાનો ર્નિણય કર્યો છે.
Recent Comments