fbpx
ગુજરાત

મોરવા હડફ બેઠક પરથી જીતેલા નિમિષા બેન સુથારે ધારાસભ્ય તરીકે લીધા શપથ

ગાંધીનગરઃ મોરવા હડફ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા નિમિષા બેન સુથારે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. નિમિષા બેન સુથારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં શપથ લીધા હતા. આ દરમિયાન ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી, ધારાસભ્ય રાકેશ શાહ, સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારની ૪૫૪૩૨ મતે જીત થઇ હતી. નિમિષા બેન સુથારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને હરાવ્યા હતા. ૧૭ એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાયું હતું જેમાં ૪૫ ટકા જેટલું મતદાન થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/