fbpx
ગુજરાત

કોરોના સુઓમોટોની સુનાવણી સામે નામદાર કોર્ટે ઓર્ડર જાહેર કર્યો

સોમવારે હાઇકોર્ટમાં થયેલી કોરોના સુઓમોટો ઉપરની સુનવણી સામે નામદાર કોર્ટે આજે ઓર્ડર જાહેર કર્યો હતો. આ ઓર્ડરમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે કારણ કે આરટી-પીસીઆરની સવલતો અને અન્ય માળખાગત સુવિધાઓની ઉપલબ્ધતા ગ્રામ્ય વિસ્તારોમાં નથી અને આ સમસ્યા તપાસમાં વિલંબ અને આવા દર્દીઓને સારવાર આપવામાં વિલંબ તરફ દોરી જાય છે. આ ઉપરાંત કોર્ટે સરકારને રેમડેસિવિર, ઓક્સિજન જેવી અન્ય વસ્તુઓ ઉપર પણ મહત્વના સૂચન અને જવાબો માંગ્યા છે.

રેમડેસિવિરના પર્યાપ્ત ક્વોટાની પ્રાપ્તિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનુસરવામાં આવનારી કાર્યવાહીનો માર્ગ કઈ રીતનો હશે તે અંગે પણ સરકારે કોર્ટમાં કોઈ માહિતી ન આપી હોવાનું સૂચન કર્યું છે. નામદાર કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે ‘રેમડેસિવિર’ ઇન્જેક્શનની ફાળવણી સંદર્ભે નીતિ અને ર્નિણયને રેકોર્ડ પર મૂક્યો નથી. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું છે કે, તબીબી નિષ્ણાંતોના મંતવ્યો મુજબ, રસીકરણ માટેની સઘન ડ્રાઇવથી લોકોનું જીવન બચી શકે છે અથવા ઓછામાં ઓછા તેમને ગંભીર ઇન્ફેક્શન થવાનું રોકી શકાય છે. તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ માટેની માહિતી રેકોર્ડ પર મૂકવા નિર્દેશ આપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/