fbpx
ગુજરાત

ગાંધીનગરમાં નજીવી બાબતે છ લોકોનો કાર ચાલક અને કર્મચારી પર ઘાતકી હુમલો

ગાંધીનગરનાં સેકટર ૨૧ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ પુરાવા આવેલા શખ્સોએ નજીવી બાબતે પંપ ઉપર ફીલર તરીકે કામ કરતા ત્રણ કર્મચારીઓ પર ઘાતકી હુમલો કર્યો છે. જેમાં કારના કાચ તોડી નાખીને ફરાર થઇ ગયા છે. જેમાં સેકટર ૨૧ પોલીસે છ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના થલતેજ ખાતે રહેતો કુલદીપ અશ્વિનભાઈ બારોટ સેક્ટર ૨૧ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપનું બોડકદેવ સેવા સહકારી મંડળીના નામે સંચાલન કરે છે. ગઈકાલે કુલદીપ બપોરના સમયે પંપમાં નોકરી કરતા અનુજ બારોટ, ભરત પટેલ અને મિહિર ચાવડા સાથે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને ઘરે પરત જઈ રહ્યાં હતા. તે દરમિયાન કુલદીપે તેની કાર રિવર્સ લીધી હતી. ત્યારે ગાડીની પાછળ એક યુવક ફોન પર વાતો કરતો હતો. જેથી તેણે કારને બ્રેક મારીને યુવકને સાઈડમાં ખસી જવા માટે જણાવ્યું હતું.

જેથી યુવક ફોન પર વાતો કરતો કરતો સાઈડમાં ખસી જતાં કુલદીપએ ગાડીને રિવર્સ લેવાની શરૂઆત કરી હતી. તે દરમિયાન ફરી પાછો યુવક ફોન પર વાતો કરતી વખતે ગાડીની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. આમ ફરીવાર યુવકને સાઈડમાં જવાનું કહેતાં તેણે એકદમ ગાડી પાસે આવીને કારને જાેરદાર લાત મારી હતી. આથી કારમાં બેઠેલ અનુજ દરવાજાે ખોલીને બહાર નિકળ્યો હતો. એટલામા તો અજાણ્યા યુવકે અનુજ ને માર મારવા લાગ્યો હતો. જેનાં પગલે કુલદીપ સહિતના લોકો અનુજને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જ્યાં સીએનજી ગેસ પુરાવા એસ્ટિમ કારમાંથી બીજાે અજાણ્યો યુવક દોડી આવીને ઝગડો કરવા લાગ્યો હતો.

આટલેથી નહીં અટકેલા બન્ને યુવકોએ તેના મિત્રો કિશન, હિમાંશુ, સુરપાલ તેમજ ગુડ્ડુ નામના યુવકોને સંબોધીને ચાર જણાંને ફોન કરી બોલાવી લીધા હતાં. જેઓએ અલ્ટો કાર પેટ્રોલ પંપથી થોડેક મૂકી હતી. ધોકા, ટાયર ખોલવાનું પાનું તેમજ પેટ્રોલ ભરવાનું માપીયુ લઈને ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પંપ પર ફીલર તરીકે કામ કરતા તેજસ, રાકેશ, રોશન અને જીતેન્દ્ર પર તૂટી પડ્યા હતા. અને કુલદીપની કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાના પગલે પેટ્રોલ પુરાવા આવેલા વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
બાદમાં હુમલાખોરો એસ્ટિમ કાર જીજે-૦૧-એચડી-૦૪૫૬ સ્થળ પર મૂકીને અલ્ટો કારમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે સેકટર ૨૧ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એસ્ટિમ કારમાં બે યુવકો ગેસ પુરાવા માટે આવેલા અને બાદમાં તેઓએ નજીવી બાબતએ અજાણ્યા ચાર યુવકોને બોલાવી લઈ પેટ્રોલ પંપનાં કર્મચારીઓ પર હુમલો કરી કારના કાચ તોડી નાસી ગયા હતા. જેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/