fbpx
ગુજરાત

હોમગાર્ડના બે જવાનોએ ૫૦૦ રૃપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ દાખલ

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસની છબી સુધારવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ કેટલાક હોમ ગાર્ડ, ટીઆરબી કે પોલીસના જવાનોએ જાણે કે ના સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઓઢવ વિસ્તારમાં ભત્રીજાને એરપોર્ટ મુકવા માટે જઈ રહેલા ફરિયાદીને રોકીને કફ્ર્યૂ ભંગ કર્યો હોવાનું કહી રૂપિયા ૫૦૦ પડાવી લેતા બે હોમગાર્ડના જવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મૂળ તામિલનાડુના અને હાલમાં ઓઢવ વિસ્તારમાં રહેતા મોહનભાઈ સેરવાઈ તેમના ભત્રીજાને એરપોર્ટ જવાનું હોવાથી ૨૦મી એપ્રિલે સવારના પોણા પાંચ વાગે તેઓ તેમના ઘરેથી નીકળ્યા હતાં. ત્યારે પાંચ વાગ્યાની આસપાસ ઓઢવ ભિક્ષુક ગૃહ બસ સ્ટેન્ડ પાસે બે ખાખી ડ્રેસ વાળાએ તેમને રોક્યા હતા અને કફ્ર્યૂ ભંગ કરીને તેમની પાસેથી રૂપિયા ૫ હજાર દંડની માંગણી કરી હતી. ફરિયાદીએ પોતાની પાસે આટલા રૂપિયા ના હોવાનું અને તેમના ભત્રીજા ને એરપોર્ટ પહોંચવાનું હોવાથી આ બંને જવાનોને જવા દેવા માટે આજીજી કરી હતી. પરંતુ તેમણે અંતે ફરિયાદી પાસેથી રૂપિયા ૫૦૦ પડાવી તેમની ગાડીના કાગળો અને લાયસન્સ પરત કર્યું હતું.

ફરિયાદીએ આ બાબતની જાણ તેના પુત્રને કરતા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પુત્રએ આ બાબતની અરજી ઓનલાઈન પોલીસ કમિશનરને કરી હતી. બાદમાં ફરિયાદીને ડીસીપી ઓફિસ બોલાવ્યા હતા.
જ્યાં કેટલાક હોમગાર્ડના જવાનોના ફોટો બતાવતા ફરિયાદીએ તેમની પાસેથી રૂપિયા પડાવી લીધેલ બંનેને ઓળખી લીધા હતા. જેથી ઓઢવ પોલીસે સંજય મકવાણા અને મનોજ રાઠોડ નામના વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/