fbpx
ગુજરાત

GTUની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી, નવી તારીખ જાહેર

તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ છે. ત્યારે ય્‌ેંની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ હોવી જરૂરી છે. તેના માટે ઇલેક્ટ્રિક પાવર હોવો જરૂરી છે. પરંતુ વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ગુજરાતના તમામ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે શક્ય નથી. આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે મોકૂફ થયેલી પરીક્ષાઓ ૨૪ મેથી ૨૭મે દરમિયાન લેવાશે. ત્યારે ૧૮ મેથી ૨૧મે દરમિયાન લેવાનારી પરીક્ષા મોકૂફ કરાઈ હતી. ત્યારે તૌકતો વાવઝોડાને લઈને વિદ્યાર્થીઓ પર પણ તેની અસર જાેવા મળી હતી. પરીક્ષા દરમિયાન ટેક્નિકલ ખામી ન સર્જાય તે માટે ય્‌ેં દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts