fbpx
ગુજરાત

નડિયાદ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને દુષ્કર્મના કેસમાં છોડી મૂક્યો કોર્ટમાં જેવો કેસ ચાલવા પર આવ્યો કે તમામ સાક્ષી ફરી ગયા, પીડિતાએ પણ ફેરવી તોળ્યું

૧૮ વર્ષથી ઓછી વય ધરાવતી છોકરી પર રેપ કરવાના એક કેસમાં નડિયાદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને જેલમાંથી છોડી મૂક્યો છે. નવાઈની વાત એ છે કે, આ કેસમાં બાળકના ડીએનએ આરોપી સાથે મેચ થયા છે, પરંતુ પીડિતા સાથે મેચ નથી થયા. આ સિવાય આ કેસમાં એક પછી એક સાક્ષીઓ પણ ફરી ગયા હતા. જેથી આરોપી રસિક સોલંકીને ૪મેના રોજ કોર્ટે છોડી મૂક્યો હતો.
આ કેસની સમગ્ર વિગત એવી છે કે, પીડિતાની માતાએ કપડવંજ પોલીસ સ્ટેશનમાં રસિક સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રસિકે ફરિયાદની ૧૫ વર્ષની દીકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો છે. ફરિયાદમાં એમપણ જણાવાયું હતું કે, છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેને એક ઝાડ નીચે ત્યજી દેવામાં આવી હતી.
આ કેસમાં છોકરીએ ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ બાળકને જન્મ આપ્યો હોવાનું જણાવાયું હતું, પરંતુ આરોપી વિરુદ્ધ ફરિયાદ છેક ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નોંધાવાઈ હતી. પીડિતાના પરિવારજનોએ તેના માટે એવું કારણ આપ્યું હતું કે તેઓ સમાજની શરમે સમયસર ફરિયાદ નહોતા કરી શક્યા. એફઆઇઆર બાદ આરોપી રસિક સોલંકીને પકડીને તેની વિરુદ્ધ પોક્સોનો ચાર્જ લગાવી જેલમાં પૂરી દેવાયો હતો.
જાેકે, કેસની ટ્રાયલ નડિયાદની કોર્ટમાં શરુ થઈ ત્યારે એક પછી એક સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા. ત્યાં સુધી કે પીડિતાએ પણ પોતાને આરોપી સાથે કોઈ પ્રકારના પ્રેમસંબંધ હોવાનો કે પછી તેની સાથે તેણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, પીડિતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ આપેલા નિવેદનથી પણ ફરી ગઈ હતી. તેણે જજ સમક્ષ દાવો કર્યો હતો કે આ નિવેદન તેણે માતાના દબાણ હેઠળ આપ્યું હતું.
એક તરફ આરોપીની વિરુદ્ધ કોઈ સાક્ષીએ કોર્ટમાં જુબાની ના આપી તો બીજી તરફ એફએસએલનો પણ જે રિપોર્ટ આવ્યો તે પણ ચોંકાવનારો હતો. કપડવંજના પીઆઈ અને તપાસ અધિકારી હરદીપસિંહ ઝાલાએ કોર્ટને જણાવ્યું હતું કે, બાળકના ડીએનએ પીડિતા સાથે મેચ નથી થતાં, પરંતુ આરોપી સાથે થાય છે. આરોપી પર મૂકાયેલો આરોપ ફોરેન્સિક પુરાવાથી પણ સાબિત ના થતાં આખરે કોર્ટ એવા તારણ પર આવી હતી કે પીડિતાએ આ બાળકને જન્મ નથી આપ્યો. આમ, આરોપી સામે કોઈ પુરાવા ના ટકી શકતા એડિશનલ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે આરોપી રસિક સોલંકીને હસ હજાર રુપિયાના જામીન પર છોડવા માટે આદેશ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/