fbpx
ગુજરાત

છાતી પર પગ મૂકી કોરોનાની સારવાર કરતો પાલનપુરનો ઢોંગી ગુરૂ પકડાયો

બનાસકાંઠામાં લેભાગુ ગુરૂ દ્વારા મંત્ર તંત્રના જાપ દ્વારા કોરોના દર્દીની સારવારનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આઇપીસી-૧૮૮ અને એપેડમિક એકટ મુજબ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી લેભાગુ ગુરૂ મંત્ર જાપ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પાલનપુર પોલીસે તપાસના અંતે ગુરૂ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.
ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારી વચ્ચે ભુવા અને કહેવાતા લેભાગુ ગુરૂ બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ૨૦ દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ વાયરલ વીડિયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. પાલનપુર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે લેભાગુ ગુરુ પાસે લઈ જવાયા હતા. આ ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નિપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.
૨૦ દિવસ પછી આ સમગ્ર ઘટનામાં કોરોનાગ્રસ્ત દર્દી પર આ રીતે વિધિ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હકીકત સામે આવી હતી ત્યારે આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી રાપરના નાડેલાનો લેભાગુ ગુરુ મોહન ભગતને પકડી પાડ્યો છે. સાથે જ દિનેશ પ્રજાપતિ (રાપર) અને રાયમલ (ભગતનો ગુરૂભાઈ)ની પણ ધરપકડ કરાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/