fbpx
ગુજરાત

કોલવા ગામે ૧૮ વર્ષીય યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામની કોલેજનો અભ્યાસ કરતી ૧૮ વર્ષની યુવતીએ ઘરના રસોડામાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આશ્ચર્યજનક રીતે તેના આપઘાત માટેનું કારણ ઓનલાઇન શિક્ષણથી કંટાળો હોવાનું ગણાવાય છે પણ આ કારણ ગળે ઉતરે તેવું નથી. આ કેસમાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી ૧૮ વર્ષની ક્રિષા અરવિંદભાઈ રાઠોડ નવસારીની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી. ક્રિષા એસવાય બીકોમમાં ભણતી હતી.
જાે કે લાંબા સમયથી કોરોનાની મહામારીને કારણે કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ માટે ઘરેથી ઓનલાઇન શિક્ષણ ચાલે છે. ક્રિષા પણ ઓનલાઈ શિક્ષણ મેળવતી હતી. ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ લેવાનું હોવાથી ક્રિષા ખૂબ કંટાળી જતી હતી. તેના કારણે તે સતત તણાવમાં રહેતી હતી તેવો પરિવારનો દાવો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/