fbpx
ગુજરાત

નેનાવા બોર્ડર પાસેથી ૨૪.૦ લાખના એમડી ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓ ઝડપાયા

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી બે દિવસ પહેલાં પોલીસે રાજસ્થાનથી રૂ.૨૪.૬૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા્‌ હતા. જાેકે, આ મામલે વધુ તપાસ કરતા આ યુવકોનું સુરત કનેકશન નીકળ્યું છે. જાેકે બંને રાજેસ્થાની યુવકો સુરતના સરથાણા વિસ્તારમાં હેર સલુનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા, તેમજ હેર સલૂન માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાતને પગલે સુરત એસઓજી પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
ગુજરાત મોટા પ્રમાણ માં નશાનો કારોબાર ચાલે છે ત્યારે આ કારોબાર પર ગુજરાત પોલીસે લાલ આંખ કરીને આ નશાનો કારોબાર કરતા ઇસમોને ઝડપી પાડવાની કાર્યવાહી સતત કરી રહી છે, ત્યારે બે દિવસ પહેલાં બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ.૨૪.૬૦ લાખની કિંમતના ૨૪૬ ગ્રામ એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની યુવાનોને ઝડપી લીધા હતા.
રાજસ્થાનથી એમ.ડી.ડ્રગ્સ લાવનાર બંને યુવાનોએ ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવાનને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતને પગલે બનાસકાંઠા એસઓજીની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીએ તેમની મદદમાં રહી આજરોજ સરથાણા યોગીચોક પૂજન રેસિડન્સીમાં લુકવેર હેર સલૂન ધરાવતા જયદીપ ઉર્ફે જે.પી. રાજેશભાઈ પરમાર જે મૂળ . ડુંગરવાળી શેરી, ભટ્ટ ચોક, તળાજા, ભાવનગર છે તેને ઝડપી પડ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/