fbpx
ગુજરાત

ગાંધીનગર સિવિલમાં મ્યુકરમાઇકોસિસના ૨૫ દર્દી નોંધાયાઃ ૭ના ઓપરેશન કરાયા

આજે ગાંધીનગર સિવિલમાં મ્યુકરમાઈકોસિસના ૨૫ દર્દી નોંધાયા છે, જ્યારે ૭ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. ૩૫ બેડનો એક વોર્ડ અને એક ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૭ લોકોના ઓપરેશન કરવાની જરુર પડી હતી. મોટાભાગના દર્દી પોસ્ટ કોવિડ ડાયાબીટીસ વાળા આવે છે. મ્યુકરમાઈકોસિસ માટેની ઓપીડીમાં રોજ ૭-૧૦ દર્દીઓ આવતા હોય છે. બધાને મ્યુકરમાઈકોસિસ હોય એવુ જરૂરી નથી. એક ઓપરેશન થીએટર પણ અલગ તેના માટે રખાયું છે.
કોરોનાવાયરસનાં કહેર વચ્ચે હવે દેશભરમાં ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકરમાઈકોસિસમાં વાઈટ અને બ્લેક ફંગસનો ભરડો ફાટી નીકળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપી સહિત રાજ્યોમાં અત્યારસુધી બ્લેક ફંગસના દેશમાં ૮૮૪૮ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૨૦૦થી વધારે લોકોના મોત નીપજ્યાં છે. ગુજરાતમાં અત્યારસુધી દેશના અન્ય રાજ્ય કરતા સૌથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણને કારણે ઘણા દર્દીઓ અંધ પણ થઈ ગયા છે.
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ભારતમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં મ્યુકરના સરકારી ચોપડે ૨૨૮૧ કેસ નોંધાયા છે. કેન્દ્રના આંકડા મુજબ દેશમાં ૮૮૪૮ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/