fbpx
ગુજરાત

પોલીસને ઉલ્લુ બનાવતી બે મહિલાઃ દારુના ગુનામાં પકડાયેલ મહિલાઓએ ખોટું સરનામું આપ્યું

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-૧ ના એક ફ્લેટમાંથી અગાઉ સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી હતી. જેમાં પોલીસે બે મહિલાઓ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જાેકે આ મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. જે અંગે સોલા પોલીસના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણે મિત્રોને બોલાવી દારૂની પાર્ટી યોજી હતી. ત્યારે હવે આ કેસમાં મહિલાઓ ચબરાખ નીકળી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ પોલીસને પણ ઉલ્લુ બનાવી પોતાનું નામ અને સરનામું ખોટું આપતા પોલીસ પણ વાળ ખંજવાળવા લાગી હતી અને વધુ એક ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી. ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવમાંથી દૂર થવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ત્યારે હવે આ કેસમાં પકડાયેલ મહિલા આરોપી અનુરાધા ગોયલ પોતાના ખોટા નામથી પોલીસ સ્ટેશનમાં પકડાઈ હતી. જાેકે તેનું અસલ નામ અનુજા દિવ્ય અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. પોતે પરિણીત હોવા છતાંય પિતાનું નામ લખાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. સાથે જ આ પાર્ટીમાં સામેલ અન્ય એક મહિલા જેનું નામ પ્રિયંકા દેવાંગ શાહ હતું. તેણે પણ પોતાની ઓળખ છતી ન થાય તે માટે ખોટું સરનામું પોલીસ વિગતમાં લખાવ્યું હતું. હકીકતમાં પ્રિયંકાનું સાચું નામ પંક્તિ હોવાનું સામે આવ્યું છે અને પોતાની બહેનના સરનામે જ્યારે તે ભાડે રહેતી હતી તે સરનામું તેણે પોલીસ રેકર્ડમાં લખાવ્યું હતું. હાલ પોલીસે આ બને મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આઈપીસી ૧૭૭ એટલે ખોટી માહિતી આપવા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/