fbpx
ગુજરાત

પત્નીને તરછોડી મૈત્રી કરારમાં રહેતા પતિને પરિણિતાએ દરોડા પાડતા નાસભાગ મચી

સુરતમાં ‘પતિ પત્ની ઓર વો’ની એક એવી ઘટના સમયે આવી છે જે જાણીને ભલભલા લોકો એક સમાય માટે વિચારમાં પડી જશે. સુરતમાં રહેતી પરણિતાનો પતિ તેની પત્નીના લોકો સાથે આડા સંબંધ છે તેવો વહેમ રાખીને ત્રાસ આપતો હતો. આ પતિ પરિણીતાને તેના પીયર ખાતે મૂકી આવ્યો હતો અને બાદમાં પતિએ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી લીધો હતો. જાેકે, આ અંગે જાણ થતા મહિલાએ વતન સાસરે પહોંચી દરવાજાે ખટખટાવ્યો તો પતિ સહિત સાસરીયાઓ પાછલા દરવાજેથી વાડીમાં ભાગી ગયા હતા અને પોલીસને પણ સહકાર ન આપતા છેવટે મહિલાએ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતના સરથાણા ખાતે પાંચ વર્ષના પુત્ર સાથે પીયરમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૪માં મૂળ અમરેલી સાવરકુંડલાના નેસડી ગામના વતની અને સુરતમાં રહેતા વિજયભાઈ નનુભાઈ પાનશેરીયા સાથે થયા હતા. જાેકે, લગ્નના થોડા સમય બાદ પતિ, જેઠ બિપીનભાઈ નાથાભાઈ પાનશેરીયા, પંકજભાઈ કાળુભાઈ પાનશેરીયા, જેઠાણી માધુરીબેન પંકજભાઈ પાનશેરીયાએ નાની નાની વાતોમાં ત્રાસ આપવા માંડયો હતો.
જાેકે, લાંબા સમય બાદ પતિ તેડવા તો આવ્યો પણ પત્ની પર અન્ય વ્યક્તિઓ સાથે સબંધ છે અને તું બીજાઓ સાથે ફરે છે, હવે મારે તને જાેઈતી નથી તેમ કહીને જતો રહ્યો હતો. જાેકે ત્યારબાદ પણ પતિ-પત્ની વચ્ચે આ ગેરસમજ દૂર થઈ હતી. જાેકે પતિ તેડવા ન આવતો હોવાને લઈને પરણિતાને શક જતા તેણે તપાસ કરી ત્યારે ખબર પડી કે પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી રહે છે. જેને લઈને પરણિતા લગ્નની સાતમી વર્ષગાંઠના બીજા દિવસે ૨૩ ફેબ્રુઆરીના રોજ પિતા અને અન્ય સંબંધીઓ સાથે વતનમાં સસરાના ઘરે પહોંચી હતી.
ત્યાં ઘરનો દરવાજાે ખટખટાવતા કોઈએ દરવાજાે ખોલ્યો નહોતો અને પતિ સહિત સાસરીયાઓ પાછલા દરવાજેથી વાડીમાં ભાગી ગયા હતા. નણંદે ઘરમાં કોઈ નથી તેમ કહેતા પરણિતા એ મહિલા હેલ્પલાઇન ૧૮૧ માં ફોન કર્યો તો ત્યાં આવી પોલીસને પણ પતિ અને સાસરીયાઓએ સહકાર ન આપી દરવાજાે ખોલ્યો નહોતો.
છેવટે આ અંગે પરણિતા સુરત ખાતે આવીને સુરતના સરથાણા પોલીસમાં ગતરોજ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts