fbpx
ગુજરાત

વડોદરામાં સ્કાડા સિસ્ટમનો પ્રથમ ફૂઝ પૂર્ણઃ વોટર વર્ક સોશિયલ નામની એપ શરુ થશે

વડોદરા શહેરમાં સ્કાડા સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે જેના દ્વારા હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે સંકલન રહે અને પીવાના પાણીની પરિસ્થિતિની જાણકારી ૪થી ૬ કલાક અગાઉ મળી શકે તે માટે વીએમસી વોટર વર્કસ સોશિયલ નામની એપ શરૂ કરવામાં આવનાર છે. જેથી પીવાનાં પાણી મુદ્દે કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે થતા વિવાદો પર બ્રેક લાગશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ગઈકાલે કમિશનર સ્વરૂપ પી. એ વીએમસી વોટર વર્કસ સોશિયલ નામની એપ શરૂ કરવા અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી. સ્થાયી સમિતિમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (સ્કાડા) સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થઇ ગયો છે. જેમાં ૭૬ ફ્લોમીટર પાણીની ટાંકી પર તેમજ પાણીની પ્રેશર લાઇન પર લગાવવામાં આવ્યા છે. જેને કારણે પીવાના પાણીમાં ટાંકીમાં રહેલું પાણીનું લેવલ અને પ્રેશર લાઈનમાં પાણીનું કેટલું પ્રેશર છે તેની જાણકારી મળી રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/