fbpx
ગુજરાત

લગ્નના ૧૦ દિવસ પહેલા જ અન્ય યુવતી સાથે રંગરેલીયા મનાવતા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદનાં મણીનગરમાં એક યુવકની ૩ યુવતીઓ સાથેની પ્રેમલીલા સામે આવી છે. યુવતીનો પ્રેમી અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપાતા યુવતીએ પ્રેમી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે યુવક અન્ય ત્રીજી યુવતી સાથે ૧૦ દિવસમાં લગ્ન હોવાનુ પણ ખુલ્યુ છે.

આરીફખાન પઠાણ, તેણે કરેલી પ્રેમલીલાએ તેને જેલનાં સળીયા પાછળ ધકેલી દિધો છે. અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં આવેલી હોટલમાં તેને અન્ય યુવતી સાથે તેની પ્રેમીકાએ રંગેહાથ ઝડપી લીધો હતો. મહત્વનું છે કે યુવકને ૫મી જૂને અન્ય એક યુવતી સાથે લગ્ન નક્કી છે ત્યારે લગ્નનાં ૧૦ દિવસ પહેલા તેને બીજી યુવતી સાથે રંગે હાથ તેની વડોદરાની પ્રેમીકાએ ઝડપી પાડ્યો છે.

યુવકને છેલ્લાં ૩ વર્ષથી વડોદરાની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેમાં આરીફખાને તે યુવતીને લગ્નની લાલચ આપીને મણીનગરમાં આવેલી હોટલમાં અનેક વાર દુષ્કર્મ આચર્યુ હતુ. જાેકે બે દિવસ પહેલા યુવતીએ યુવકને વિડિઓ કોલ કરતા યુવક એ જ હોટલમાં હતો જે હોટલમાં યુવતી સાથે આવતો હતો. તેવુ યુવતીને ધ્યાને આવતા યુવતી વડોદરાથી અમદાવાદ આવી પહોંચી હતી. અને હોટલમાં પહોંચી પ્રેમીને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.

મણીનગર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરીફખાન નામનાં યુવકની ધરપકડ કરી હતી. યુવકની પુછપરછમાં સામે આવ્યુ કે યુવકને અન્ય એક યુવતી સાથે ૧૦ દિવસમાં લગ્ન નક્કી છે. ત્યારે તેણે ત્રણ યુવતીઓ સાથે છેતરપીંડી કરી હોવાનું પણ પોલીસનાં ધ્યાને આવ્યુ હતુ. યુવક ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને ટેલરીંગનું કામ કરતો હોવાનું કબુલ્યુ છે. મણીનગર પોલીસે આરોપી આરીફખાનના અન્ય કેટલી યુવતીઓ સાથે આ રીતે પ્રેમસંબંધ છે અને કેટલી યુવતીઓ સાથે આ રીતે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/