fbpx
ગુજરાત

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો ચેપ સીધો મગજમાં… કેસ જાેઇ તબીબી ટીમ સ્તબ્ધ

કોરોનાની સારવાર બાદ સાજા થયેલા સુરત નજીકના કોસંબાના યુવકને સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસનો કોઈ પણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો જાેઈ તબીબો પણ ચોંકી ઊઠ્યા. જાે કે આ યુવકને બચાવી શકયા નથી.

કોસંબાનો વતની ૨૩ વર્ષના યુવક ગઇ ૨૯મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયો હતો. કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ આ યુવાને ૪ મેના રોજ કોરોનાને માત આપી દીધી હતી. ત્યારબાદ ૮મી મેના રોજ તેને અચાનક ખેંચ આવતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાેકે, તેની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા બીજા દિવસે સુરતની સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સુરતની સ્મિરમાં જરૂરી રિપોર્ટ અને તબીબી તપાસ દરમિયાન યુવકના મગજ પર સોજા જણાતા તેનું ઓપરેશન કરવાનો ર્નિણય લેવાયો હતો. અહીંના ન્યૂરોસર્જન ડો. હિતેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે, આ યુવકની સફળ સર્જરી થઈ હતી.

આઈસીયુમાં રાખ્યા બાદ તેની તબિયતમાં સુધારો જણાયો હતો. બીજી બાજુ સર્જરી બાદ બાયોપ્સી લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાઈ હતી. દરમિયાન ઓપરેશનના ત્રણ-ચાર દિવસ બાદ તેને હૃદયની તકલીફ થઈ હતી અને હૃદયની ક્ષમતા ધીમી પડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આવેલો તેનો બાયોપ્સીનો રિપોર્ટ જાેઈ તબીબી ટીમ ચોંકી ઊઠી હતી. આ યુવકના મગજમાં મ્યુકોરમાઈકોસિસનો ચેપ ફેલાયો હોવાનું રિપોર્ટમાં સામે આવતા ખળભળાટ મચી ગયો.

ડો.ચિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે, કોરોના થયા બાદ સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસ નો ચેપ નહીં હોય તેવો આ પ્રથમ કેસ કહી શકાય. કારણ કે, અત્યાર સુધીમાં આ પ્રકારનો કેસ કોઈ આર્ટિકલ કે મેડિકલ જનરલમાં દેખાયો નથી કે સાંભળવા મળ્યું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/