fbpx
ગુજરાત

ધનવંતરી હોસ્પિટલમાં તબીબોને અપાશે ખાસ ઇમરજન્સી સેવાની તાલીમ

અમદાવાદ સ્થિત ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત તબીબો (ર્ડ્ઢષ્ર્ઠંિ) માટે વિશેષ સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાયો. કોવિડ સ્પેશિયાલિસ્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી તરફથી તાલીમના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે.

ધનવંતરી કોવિડ હોસ્પિટલના તબીબોને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં ૩૦ કરતા વધુ ક્ષેત્રના તબીબોને (ર્ડ્ઢષ્ર્ઠંિ) ટ્રેનિંગ આપવામાં આવશે. દિવસમાં બે કલાકની ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.

ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય તો સ્કીલ્ડ તબીબો રાજ્યને મળી રહે એવો પ્રયાસ કરાઈ રહ્યો છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલના કુલ ૧૨૭ તબીબોની ૩૦ – ૩૦ ના ગ્રુપમાં વહેંચણી કરી તાલીમ આપવામાં આવશે. ૫ બેચના માધ્યમથી રોજિંદી ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદ સિવિલ બાદ સૌથી વધુ દર્દીઓ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં આવે છે. બી.જે.મેડિકલ કોલેજના શ્રેષ્ઠ તબીબો દ્વારા અહીં તાલીમ આપવામાં આવશે. ત્રીજી લહેર આવે અને પીડિયાટ્રિક વિભાગ પર વધુ લોડ પડે એવી શક્યતા છે ત્યારે એ અંગે પણ તાલીમ આપવામાં આવશે. ઓક્સિજન ૈંઝ્રેં કેર માટે પણ ખાસ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/