fbpx
ગુજરાત

સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા યુવકનું મોત

સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત નીપજ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જાેકે, અકસ્માત પહેલાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ ઘટના સમયે સાથે રહેનાર મિત્રોની પોલીસ શોધખોળ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક (હિતેશના પિતા) એ જણાવ્યું હતું કે હિતેશ ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. મ્છના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાન સિદ્ધાર્થનગરથી ઘરે કંઈ પણ જાણ કર્યા વગર મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ વેસુમાં અકસ્માત થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત હિતેશને એના મિત્રો સિવિલમાં લઈ આવ્યા હતા.
સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે સારવાર માટે લવાયેલા હિતેશના મિત્રોએ વેસુમાં ઝગડો થયા બાદ બાઇક પર ત્રણ સવાર થઈ હિતેશ મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મારવિલા કોમ્પ્લેક્ષ નજીક રોડ ક્રોસ કરતા એક અજાણી બાઈકના સવારે તેને અડફેટે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે પોસ્ટ મોર્ટમ કરાવવા આવેલી પોલીસ પાસે હિતેશને સિવિલ લાવનાર કોઈ પણ મિત્રોના નિવેદન કે ઓળખ પત્ર નથી. મિત્રોની પૂછપરછ થાય અને તેમના નિવેદન લેવાય પછી હિતેશના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ લોકલ કરવું કે ફોરેન્સ્ટિકમાં કરાવવું તે ર્નિણય લેવાશે. ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/