fbpx
ગુજરાત

રાજ્યમાંમાં ૨૭-૨૮ મેએ વાવાઝોડા સાથે કમમોસી વરસાદની આગાહી

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. ૨૭થી ૨૮ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તરગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે ૭૯ અને સાંજે ૪૯ ટકા ઉંચુ રહે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે. ત્યાર બાદ ૨થી૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, ભેજયુક્ત વાતાવરણનાં કારણે લોકો પરસેવે રેબઝેબ થાય છે. ગરમી, બફારાનો અનુભવ થાય છે. જાે કે હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ કમોસમી વરસાદના કારણે ઠંડક થઇ ગઇ છે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યો છે જેથી ભેજનુ પ્રમાણ સવારે ૭૩ ટકા અને સાંજે ૪૯ ટકા જેટલુ રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે. વિભાગે વધુમાં જણાવ્યુ કે મહત્તમ તાપમાનમાં આગામી ૨૪ કલાક સુધી કોઈ ફેરફાર થશે નહિ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાજાેડુ તૌકતે ત્રાટક્યુ હતુ જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડર સ્ટૉર્મની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ વરસાદ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

તમને જણાવી દઈએ કે વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ખૂબ નુકશાન થયુ હતુ. આંબા સહિત બીજા ઘણા પાક લેતા ખેડૂતોને ખૂબ નુકશાન થયુ હતુ તેવા સમયે ફરીથી કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.

Follow Me:

Related Posts