fbpx
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી એ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ૪ જૂનથી પરીક્ષાઓ શરૃ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિન્ટર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ થયા બાદ ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી. જેમાં બીએ, બીકોમ અને બીબીએ-બીસીએ સેમ.૧ની પરીક્ષાઓ લેવાઈ હતી તેમજ બીએસસી અને બીએડ સેમ.૧ની પરીક્ષા બાકી હતી જે હવે ૪ જુનથી લેવાશે.


ઉપરાંત અગાઉની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યા તેઓ માટે ફરીથી પરીક્ષા ગોઠવાતા હવે ૪ જુનથી બીએ, બીકોમ, બીબીએ-બીસીએ, બીએસસી અને બીએડ સેમ.૧ સહિતની તમામ પરીક્ષાઓ લેવાશે.


આ પરીક્ષાઓ ૧૦થી ૧૨ જુન સુધી ચાલશે. જેમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુજી સેમ.૧ની પરીક્ષાઓ હાલ જાહેર કરાઈ છે જ્યારે યુજી સેમેસ્ટર -૬ (સમર સેમેસ્ટર ) અને પીજી સેમેસ્ટર-૪ (સમર સેમેસ્ટર)ની ઓનલાઈન પરીક્ષા કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. આ પરીક્ષાઓ પણ જુનમાં જ લઈ લેવાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/