fbpx
ગુજરાત

અડાલજ ત્રિમંદિર પાસે એસટી બસનું ટાયર ફાટતા એક્ટિવાને હડફેટે લેતાં ચાલકનું મોત

ગાંધીનગરના અડાલજ બાલાપીર થી ત્રિમંદિર તરફ જતા રોડ ઉપર બહુચરાજી-પાવાગઢ રૂટની એક્સપ્રેસ બસનું ટાયર ફાટતાં બસના ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા બસ ડિવાઇડર તોડીને સામેના રોડ પર એક્ટિવાને અથડાય બાદ નજીકના ખાડા ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બસમાં સવાર મુસાફરો ને બસ નો પાછળ નો કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. અંગે અડાલજ પોલીસે બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરના બાલાપીર થી ત્રિમંદિર તરફ જતા રોડ ઉપર માણેકબા સ્કૂલ નજીક ગઈકાલે બહુચરાજી પાવાગઢ એક્સપ્રેસ બસ પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક બસનું ટાયર ફાટી જવાથી ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે ડ્રાઈવરે બસ સામેના ડિવાઈડરને તોડીને રોડ પરથી પસાર થતા એક્ટિવ ને ધડાકાભેર ટક્કર મારીને નજીકના ખાડામાં ઉતરી થઇ ગઇ હતી.

બસનું ટાયર ફાટવાથી ડ્રાઈવરે બસ નો કાબુ ગુમાવી દેતા બસમાં બેસેલા આશરે ૩૬ પેસેન્જરએ પોતાનો જીવ બચાવવા ચીસાચીસ કરી મૂકી હતી. હજી તો પેસેન્જરો કાંઇ સમજે તે પહેલા જ બસ એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈને સામેના રોડ પર ના ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના વાહનો ચાલકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બસની પાછળ નો કાચ તોડીને પેસેન્જરોને બહાર કાઢ્યા હતા.

જ્યારે બસને ક્રેન ની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. બસમાં સવાર પેસેન્જરો ને શરીરે શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. જે પૈકીના પાંચ પેસેન્જરોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તે દરમિયાન હેતમણી પાર્ક સોસાયટી અડાલજ ખાતે રહેતા હર્ષ પ્રજાપતિને તેમના પિતા રાજેન્દ્ર કુમાર કેશવલાલ પ્રજાપતિ ના એક્ટિવાને ઉપરોક્ત સ્થળે અકસ્માત થયો હોવાની જાણ થઇ હતી. જેના પગલે હર્ષ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં રોડ પર તેના ૫૨ વર્ષીય પિતા લોહીલુહાણ હાલતમાં તરફડિયાં મારી રહ્યા હતા. બાદમાં રાજેન્દ્રભાઈ પ્રજાપતિ ને ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ થી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે રાજેન્દ્ર ભાઈને શરીરે ગંભીર ઈજાઓ તેમજ બન્ને હાથ પગે ફ્રેકચર હોવાનું નિદાન કરી તેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા હતા. પરંતુ શરીરે ગંભીર ઈજાઓ થવાથી રાજેન્દ્ર ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/