fbpx
ગુજરાત

પાંડેસરામાં કફ્ર્યૂમાં લગ્ન યોજનાર લિસ્ટેડ બુટલેગર કાળુ કુંડીની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. કફ્ર્યૂનો સમય લાગી ગયા બાદ પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી છે.

મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે ૧૦ લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બૂટલેગરની સામે પોલીસે પગલાં લીધા છે અને ધરપકડ કરી છે. તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં કફ્ર્યૂના સમયે લોકો મોટી સંખ્યામાં લગ્નમાં એકત્રિત થયા હતા. સવાલ એ ઊભો થાય છે કે શું આયોજનની કોઇ પરમિશન પોલીસ પાસે લેવામાં આવી હશે ખરી અને જાે લેવામાં આવી હશે તો એના માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હશે. પરમિશન ન પણ લેવામાં આવી હોય, તો કફ્ર્યૂ સમયે પણ પ્રસંગ ચાલુ ન રહે એની ખાસ કાળજી આયોજકોએ રાખવી જાેઈએ, પરંતુ લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/