fbpx
ગુજરાત

ઇસીએસ કરવાનું કહી ગઠિયાએ વૃદ્ધના ખાતામાંથી ૪૦ હજાર ઉપાડી લીધા

રાજ્યભરમાં ઠગ ટોળકી ઓનલાઈન પેમેન્ટના બહાને છેતરપીંડી કરતી હોવાનું હવે સૌ કોઈ માટે નવી વાત નથી. પણ અમદાવાદના એક સીનીયર સિટીઝનને ક્રેડીટ કાર્ડનું બીલ ભરવું મોંધુ પડ્યુ છે. જાેકે આ અંગે સીનીયર સીટીઝને ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

ફરિયાદની હકીકત કંઇક આમ છે કે અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે રહેતા એક સીનીયર સીટીઝને પોતાનું એમેઝોન આઇસીઆઇસીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડનું બાકી બિલ ભરી દેવા બપોરે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતે આકાશ વર્મા દિલ્હી ખાતેની બેંકની હેડ ઓફિસમાંથી બોલતો હોવાનું જણાવી વાતચીત શરૂ કરી હતી.

સિનિયર સીટીઝને પોતાનું ક્રેડિટ કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી બાકી બિલની રકમનું ઇસીએસ કરવાની લાલચ આપી હતી. બાદમાં ડેબિટ કાર્ડનો સીવીવી નંબર માંગી મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી માંગ્યો અને પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયાનું આશ્વાસન આપી ગઠીયાએ ફોન મુક્ત જ એકાઉન્ટમાંથી ૪૦,૦૦૦ રૂપિયા ઉપડી ગયા હતા.

આ રૂપિયા ડિડકટ થયા હોવાનો મેસેજ આવતા જ સીનીયર સીટીઝને સામેવાળી વ્યક્તિએ તાત્કાલિક ફોન કરતા કોઈ પણ જવાબ મળ્યો નહી. જાેકે બાદમાં સાઈબર ક્રાઈમનો ભોગ બ્નાયાની જાણ થતા સીનીયર સીટીઝને ફરિયાદ કરી હતી. હાલ તો ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts