fbpx
ગુજરાત

પ્રોપર્ટી વિવાદમાં પતિએ ભાઇઓ સાથે મળી પત્ની અને દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી

શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં એક મહિલાએ પોતાના પતિ તથા પતિના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે પતિ તથા તેના ભાઈઓ સંપત્તિના વિવાદ માટે તેને તથા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેથી તેણે આ ત્રણેય વિરુદ્ઘ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી જાણકારી મુજબ, ૫૪ વર્ષની મહિલાના ૨૭ વર્ષ પહેલા ૧૯૯૪માં લગ્ન થયા હતા. જાેકે લગ્ન બાદથી જ તેના પતિએ તેની સાથે મારામારી કરવાનું શરૂ કરી દીધું. જાેકે તે પોતાના લગ્ન ટકાવી રાખવા ઈચ્છતી હોઈ તેણે પતિ સાથે રહેવાનું ચાલું રાખ્યું અને આ દરમિયાન તેમને એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાના સંતાનો મોટા થયા બાદ પણ પતિ તેની સાથે નાની નાની વાતમાં મારઝૂડ કરતો હતો. આથી તેણે પોતાની ૨૧ વર્ષની દીકરીને અભ્યાસ માટે લંડનમાં મોકલી દીધી અને ૨૫ વર્ષનો દીકરો તેની સાથે પ્રહલાદનગરના ઘરમાં રહે છે. જાેકે અંદાજે ૬ મહિના પહેલા પતિ મહિલા અને દીકરાને છોડીને ભાઈઓ સાથે આનંદનગરમાં આવેલા ફ્લેટમાં રહેવા લાગ્યો.

મહિલાનો આરોપ છે કે, આ બાદ પતિના બંને ભાઈઓ તેના ઘરે આવ્યા અને દીકરા તથા તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે ફરિયાદમાં વધુમાં કહ્યું કે, બુધવારે તેઓ ઘરે આવ્યા હતા અને ધમકી આપીને ફ્લેટ ખાલી કરવા માટે જણાવ્યું હતું. જેથી મહિલાએ પોલીસનો સંપર્ક કરીને પતિ તથા તેના બે ભાઈઓ વિરુદ્ધ ઈજા પહોંચાડવાની, ધમકી આપવાની તથા ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/