પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત
નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રનું ગત મોડી રાત્રે ઊંઝા હાઇ-વે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ, પાટણ નગરપાલિકાના કોગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ ભાઈ પટેલનો ૨૫ વર્ષીય પુત્ર વિશ્વ પટેલ શુક્રવારે રાત્રે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં જી જે ૨૪ કે.૩૯૯૬ લઈને ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગાડીનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડ આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઈજાઓના કારણે વિશ્વ પટેલ મોત થયું હતું.
આ બનાવને પગલે હાઇ-વે પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતને પગલે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જસીબેન સીતારામ ભાઈ પટેલનાં એકના એક યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં બે બહેનોએ પોતાના એકનાં એક ભાઇને ગુમાવ્યો હોઈ પરિવારજનોમા શોકની કાલિમા છવાઇ ગઈ હતી.
Recent Comments