fbpx
ગુજરાત

એક્ટિવા ખરીદવાની લ્હાયમાં શિક્ષિત યુવાને ૧.૬૧ લાખ રુપિયા ગુમાવ્યા

સોશિયલ સાઇટ પરથી રૂપિયા ૧૬ હજારની કિંમતની એક્ટિવા ખરીદવાની લાલચમાં જરોદના શિક્ષિત યુવાને રૂપિયા ૧.૬૧ લાખ ગુમાવ્યા હતા. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન છેતરપિંડી કરનાર બે ભેજાબાજાે સામે ફરિયાદ નોંધાવી છે, જેન આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં ૨૨ વર્ષિય દિપક અજય શર્મા પરિવાર સાથે રહે છે. અને અભ્યાસ કરે છે. દિપકને એક્ટીવા ખરીદવું હોવાથી તે સોશિયલ સાઇટ પર ઉપર નજર રાખતો હતો. દરમિયાન રૂપિયા ૧૬ હજારની કિંમતનું એક્ટીવા વેચાણ આપવાનું હોવાનું સોશિયલ સાઇટ ઓ.એલ.એક્સ. પર આવ્યું હતું. આથી તેણે એક્ટિવા ખરીદવા માટે સાઇટ ઉપર કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન દિપક શર્માના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં ભેજાબાજાેએ ખોડા બહાના બતાવી આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર બેંકનું નામ એરટેલ ઉપર રૂપિયા ૨ હજાર રૂપિયા, ૫૯૯૯ રૂપિયા, ૯૯૯૯ રૂપિયા ૬૯૯૯ રૂપિયા, ૨૯૯૯ રૂપિયા અને ૧૯,૯૯૯ મળીને કુલ રૂપિયા ૪૭,૯૯૫, તેમજ બીજા આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર ઉપર ૨૯૯૯૮ રૂપિયા, ૨૯૯૯૮ રૂપિયા, ૧૭૩૩૦ રૂપિયા, ૧૧૦૦૦ રૂપિયા, ૧૧૦૦૦ રૂપિયા, ૧૪૦૦૦ રૂપિયા મળીને કુલ રૂપિયા ૧,૧૩,૨૯૬ ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ બંને એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા ૧,૬૧,૨૯૧ ટ્રાન્સફર કરાવ્યા હતા. દિપકે રૂપિયા ૧૬ હજારની કિંમતનું એક્ટીવા ખરીદવા માટે રૂપિયા ૧.૬૧ લાખ ભેજાબાજાેએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા પછી પણ એક્ટીવા મળી ન હતી.

દિપકને પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં તેણે અલગ-અલગ મોબાઇલ ફોન નંબર પર ફોન કરનાર બે ભેજાબાજાે સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts