fbpx
ગુજરાત

મોડીરાત્રે અશ્લિલ હરકતો કરતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં રાત્રિના સમયે ૧૯ વર્ષીય યુવતી તેની જેઠાણી સાથે ચાલતી ઘરે જઈ રહી હતી, ત્યારે એક બાઈક પર આવેલા ત્રણ સખ્સોએ યુવતી અને જેઠાણી સાથે શારીરિક અડપલા કરીને જબરદસ્તી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે ત્રણેય શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે બાપુનગર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી શુક્રવારે પરીવાર સાથે ઘરે હાજર હતી ત્યારે રાત્રિના સમયે તેને માથામાં દુખાવો થતા જેઠાણી સાથે ડોક્ટરને બતાવી દવા લઈને ચાલતા ઘરે પરત આવતા હતા. તે દરમિયાન એક બાઈક પર ત્રણ શખ્સો ત્યાં આવીને યુવતી અને જેઠાણીની છેડતી કરી યુવતીને પકડીને જબરદસ્તી સાથે લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
એટલું જ નહીં, અપશબ્દો બોલીને શારીરિક અડપલા પણ કરવા લાગ્યા હતા. જેથી ડરી ગયેલી જેઠાણીએ તેના પતિને ફોન કરી ઘટનાની જાણ કરતા પતિ ત્યાં આવ્યો ત્યારે આ ત્રણેય શખ્સોએ પતિ સાથે મારઝૂડ કરી હતી. બાદમાં આ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

બીજી બાજુ યુવતી તેની જેઠાણી સાથે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં શારીરિક છેડતી કરી અપશબ્દો બોલનાર ત્રણેય શખ્સોના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts