fbpx
ગુજરાત

સચિન સ્થિત જીઈઢમાંથી સિન્થેટિક હીરાના નામે,૬૦૦ કરોડના નેચરલ હીરા એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ

ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ર્યુનિવસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ સિઝ કર્યા હતા. જેની કિંમત ૬૦ કરોડથી વધુની છે. તપાસમાં બહાર આવ્યુ હતુ કે કંપની ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરવામાં આવી હતી.

આ કંપનીના કાગળ પરના કર્તાધર્તાએ કુલ ૨૫ કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૬૦૦ કરોડથી વધુ છે. હાલ, ડીઆરઆઇ અધિકારીએ ફરાર થઈ ગયેલાં ૨૩ વર્ષીય મીત કાછડિયાને શોધી રહ્યા છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી. અલબત્‌, પડદાં પાછળ હીરા ઉદ્યોગમાંથી જ કોઈ મોટુ માથુ સંડોવાયેલું હોવાની શંકા છે કેમકે જે ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે તેમાંથી કેટલાંક મોટા ડાયમંડ છે જેમાં એક ડાયમંડની કિંમત એક કરોડની છે. લોકલ માર્કેટમાંથી આટલાં કિંમતી ડાયમંડ કોઈ નાનો કારીગર કે પેઢી આપી ન શકે એવી ગણતરી ડીઆરઆઇ અધિકારીઓની છે.

ડાયમંડ એક્સપોર્ટ કરતી વખતે આચરાતા કૌભાંડની ફરિયાદો છેક દિલ્હી સુધી કરવામાં આવી છે. એક ઉદ્યોગકાર કે જે હાલ એક વેપારી સંસ્થાના હોદ્દેદાર પણ છે તેઓએ કહ્યું કે, પાર્સલ દીઠ ૫૦ લાખ રૂપિયા સુધી લેવાયાની ફરિયાદો ઉઠી હતી. જે બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ પણ કંઇ થયુ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/