fbpx
ગુજરાત

મ્યૂકરમાઇકોસિસ મુદ્દે રાજ્ય-કેન્દ્ર સરકારને ગુજરાત હાઇકોર્ટની નોટિસ

રાજ્યમાં મ્યૂકરમાઈકોસિસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસિસના કેસ અને મોત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, દેશમાં સૌથી વધુ કેસ સાથે ગુજરાતમાં ૨૫૦ લોકોના મોત થયા છે. મ્યુકરમાઈકોસિસની સારવાર ફ્રી કરવાની માંગ પણ કરી છે. સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની અછત હોવાનું પણ અરજદારે જણાવ્યું છે. હોસ્પિટલમાં નોડલ ઓફિસર હેન્ડલ કરી શકતા નથી. રાજ્યમાં મ્યૂકરનો સાચો આંકડો અને મૃત્યુઆંક જાહેર કરવા પણ માંગ કરી છે.

અમદાવાદમાં મ્યુકરમાઈકોસિસના કેસ અને મોત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવ્યુ છે. જે મામલે ગુજરાત હાઇકોર્ટેએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. રાજ્યમાં મ્યુકર માઇકોસીસની સારવાર માટે જરૂરી ઇંજેક્શનની અછતને લઈ અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરી છે. અરજદારે પોતાની અરજીમાં ઇંજેક્શનની બાબતોને નોડલ ઓફિસર હેન્ડલના કરી શકતા હોવાની રજુઆત કરી છે.

સાથે જ રાજ્ય સરકારની ઇજકેશન અંગેની નીતિમાં સ્પષ્ટતા ન હોવાની વાત કરી છે. અરજદારે મ્યુકરમાઈકોસિસની સારવાર ફ્રી કરવાની માગ કરી છે..સાથે જ કેસ અને મૃત્યુઆંક જાહેર કરવા માગ કરી છે..અરજદારની અરજીને લઈ ગુજરાત હાઇકોર્ટેએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Follow Me:

Related Posts