fbpx
ગુજરાત

૨૦૨૨માં શહેરની તમામ ૧૬ બેઠક જીતવનો લક્ષ્યાંકઃ શાહ અમદાવાદ શહેરના નવા પ્રમુખ અમિત શાહે હોદ્દો ગ્રહણ કર્યો

વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને નવા પ્રમુખ મળ્યાં છે. ત્યારે અમદાવાદ નવા શહેર પ્રમુખ અમિત શાહે આજે હોદ્દો ગ્રહણ કર્યો. ભાજપની ખાનપુર ઓફિસ ખાતે તેમનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું કે, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે પક્ષે મારી કરેલી નિમણુંક બદલ શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. હું જનસંઘ સમયથી જાેડાયેલો છું, ૪૦ વર્ષથી કામ કરી રહ્યો છું. ૨૦૦૫માં શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા હવે ૧૬ વર્ષ બાદ ફરી પ્રમુખ પદ મળ્યું છે. તમામ કાર્યકરોને આહવાહન કરું છું કે ૨૦૨૨માં શહેરની તમામ ૧૬ બેઠક ભાજપને મળે તેવી મહેનત કરવાની છે. સીર પાટીલજીએ કહ્યું કોર્પોરેશનમાં ૧૬૦ બેઠક લાવીશું, લોકો હસતા હતા, પણ આપણે લાવી શક્યા. સૌ મહેનતમાં લાગીને પક્ષને મજબૂત કરીએ.

પૂર્વ મેયર અમિત શાહની અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરાઈ છે. ૬ મહિના કરતા લાંબા સમય બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ છે. અમદાવાદ શહેરની જવાબદારી પૂર્વ મેયર અમિત શાહને, તો ગાંધીનગર જિલ્લાની જવાબદારી અનિલ પટેલને આપી છે. આ બંને પ્રમુખો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂથના અને તેમની નજીક માનવામાં આવે છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહ ૪૬ વર્ષનો લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. નવા પ્રમુખ અમિત શાહને આ વર્ષે યોજાયેલી અમદાવાદ મનપાની ચૂંટણીમાં ટિકિટ નહોતી મળી. ભાજપે નક્કી કરેલા નિયમોના કારણે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેઓ સતત ૫ ટર્મથી વાસણા ના કોર્પોરેટર હતા અને વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ દરમિયાન અમદાવાદ ના મેયર રહ્યા હતા. અમદાવાદ શહેર ભાજપના હોદેદાર તરીકે તેમણે તમામ જવાબદારીઓ નિભાવી છે.

Follow Me:

Related Posts