ડુપ્લિકેટ આરટી-પીસીઆર રિપોર્ટ કાઢવાનું કૌભાંડનો પર્દાફાશ કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
કોરોનાની મહામારીમાં ડુપ્લિકેટ રેમડીસીવર ઇન્જેક્શનો, સેનિટાઇઝર જેવી આરોગ્યલક્ષી ચિજવસ્તુઓના કૌભાંડ બાદ હવે ડુપ્લિકેટ આરટી-પીસીઆર રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજ્ય બહાર જવા, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં પગાર લેવા ઉપરાંત વધારાનો આર્થિક લાભ લેવા તેમજ મેડિક્લેમ સહિત વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ ડુપ્લિકેટ રિપોર્ટ બનાવીને વચી રહેલા વારસીયા ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વડોદરાના વારસીયા વિસ્તારમાં પટેલ પાર્કની બાજુમાં આવેલ ૧૦, હરીક્રિષ્ણા સોસાયટીમાં રાકેશ ભગવાનદાસ મીરચંદાની રહે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં રાજ્ય બહાર જવા માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની જરૂર પડે છે. જેથી તેણે રાજ્ય બહાર જવા માટે પોતાના લેપટોપ ઉપર પી.ડી.એફ. એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રથમ પોતાનો ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ નેગેટિવ બનાવ્યો હતો અને તે બનાવટી રિપોર્ટ લઇને રાજ્ય બહાર જઇને પરત વડોદરામાં આવવામાં સફળ રહ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું બનાવટી આરટી-પીસીઆર રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં રાકેશ મીરચંદાની સફળ રહ્યા બાદ તેણે બનાવટી આરટી-પીસીઆર નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેવી પાથ અને ન્યુ બર્ક લેબોરેટરીના નામે બનાવટી નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવીને આપતો હતો. નેગેટિવ રિપોર્ટના રૂપિયા ૩૦૦થી રૂપિયા ૩૫૦ અને પોઝિટીવ રિપોર્ટના રૂપિયા ૮૦૦ રિપોર્ટ કઢાવવા માટે આવતા પાસે લેતો હતો અને રિપોર્ટનો ચાર્જ પણ ગુગલ પેથી વસુલ કરતો હતો. તેણે છેલ્લા ૧૫ દિવસમાં ૫૦થી વધુ નેગેટીવ-પોઝિટિવ બનાવટી આરટી-પીસીઆર રિપોર્ટ વેચ્યું હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.
Recent Comments