fbpx
ગુજરાત

સરકાર પહેલાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખે પરીક્ષા રદ્દની જાહેરાત કરી…!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવાનો ર્નિણય લીધા બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. જાે કે આ અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે એ પહેલા જ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ટ્‌વીટ કરીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આમ ઋત્વિજ પટેલે સુપર શિક્ષણમંત્રી હોય એ રીતે સરકાર પહેલા જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

જાે કે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે આ અંગે ર્નિણયની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સને સંબોધન શરૂ કરતા જ ઋત્વિજ પટેલે ટ્‌વીટ ડિલિટ માર્યું હતું. ભૂપેન્દ્રસિંહે આજે ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવા અંગે જાહેરાત કરી હતી.

ઋત્વિજ પટેલે ટ્‌વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજાેગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષા રદ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો. આ ર્નિણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્‌વીટમાં આભાર પણ માન્યો છે. જાેકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્‌વીટ ડિલિટ કરી દીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/