હવસખોરે ૧૨ વર્ષીય સગીરા સાથે શારિરીક સંબંધ બાંધી ગર્ભવતી કરતા ચકચાર મચી
શહેરના હરણી વિસ્તારમાં ધોરણ ૭માં અભ્યાસ કરતી ૧૨ વર્ષીય સગીરાને લલચાવીને પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની માતાએ હવસખોર સામે હરણી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને યુવકને જેલ હવાલે કરી દીધો છે. કોરોના ટેસ્ટ પછી આરોપીની ધરપકડ કરવામાં આવશે.
આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, ગત ૬ ડિસેમ્બેર ૨૦૨૦ના રોડ સગીરા કામથી બહાર જઈ રહી હતી, ત્યારે ૨૧ વર્ષીય યુવકે તેનો પીછો કર્યો હતો. તેમજ તેને વાતોમાં ફોસલાવી અને લલચાવી હરણી ગામની પાણીની ટાંકી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો. તેમજ સગીરાની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ પછી યુવકે સગીરાને આ અંગે કોઈને વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે ડરી ગયેલી સગીરાએ આ અંગે કોઈને વાત કરી નહોતી. દરમિયાન ગત ૩ જૂને સગીરાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબે તપાસ કરતાં સગીરા ૬ મહિના પ્રેગ્નેન્ટ હોવાનો ધડાકો થયો હતો. આ અંગે માતાને જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ત્યાં જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી હતી.
સગીરાને કોઈએ ગર્ભવતી બનાવી દેતા ડોક્ટરે પોલીસને જાણ કરતં પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરાની આ અંગે પૂછપરછ કરતાં તે યુવકની ધમકીને પગલે ખૂબ જ ડરી ગયેલી હતી. પોલીસે વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ કરી હિંમત આપતાં તેણે પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. સગીરાના નિવેદનને આધારે પોલીસે આરોપીને દબોચી લીધો હતો.
Recent Comments