fbpx
ગુજરાત

ભરુચમાં સિટી બસ સેવાનું મુખ્યમંત્રી રુપાણીએ ઇ-લોકાર્પણ કર્યું

ભરૂચ શહેરમાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં સિટી બસ સેવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બસ પરિવહન શરૂ કર્યા બાદ ઈ-લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ સંબોધન કરતા ભરૂચની વિકાસગાથાને વર્ણવી હતી.

શહેરીજનોની સમસ્યાના નિવારણ માટે સરકાર કટિબદ્ધ હોવાનું કહી શહેરના પર્યાવરણમાં પણ સુધાર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર,ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts