fbpx
ગુજરાત

ગળતેશ્વર પંથકમાં ટ્રિપલ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના મોતથી ચકચાર મચી

ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં ગત રાત્રે બનેલા ટ્રિપલ અકસ્માતમાં બે યુવકને કાળ ભરખી ગયો છે. નોકરી પરથી આ બન્ને યુવકો બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રિપલ અકસ્માતનો ભોગ બનતાં તેમના પ્રાણ ખંખેરાઈ ગયા છે. એક જ કુટુંબના આ બન્ને યુવકનાં અકસ્માતમાં અકાળે મૃત્યુ થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું છે. આ બન્ને યુવક સેવાલિયા પાસે રિવર્સ લઈ રહેલા ડમ્પરની ટક્કરથી રોડ પર પટકાયા અને સામેથી આવતી ટ્રકે આ બન્નેને ૩૦ ફૂટ ઘસડતાં તેમનાં મૃત્યુ થયાં છે. આ બનાવ સંદર્ભે સેવાલિયા પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા-ગોધરા રોડ પર ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીં આવેલી જનપથ હોટલ નજીક પસાર થઈ રહેલી બાઈક (નં. જીજે-૭-બીપી-૯૨૫૧)ને અકસ્માત નડ્યો હતો. આ બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર (નં.જીજે-૧૭-યુયુ-૩૬૧૧)ના ચાલકે પોતાનું વાહન રિવર્સ કરી એકાએક રોડ પર લાવી દીધું હતું, જેને કારણે ઉપરોક્ત બાઇક આ ડમ્પર સાથે અથડાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલો યુવક રોડ ઉપર પટકાયા હતા.

પટકાયેલા આ બન્ને યુવક હજુ કઈ સમજી કે વિચારી શકે એ પહેલાં જ સામેથી આવતી ટ્રક (નં. જીજે-૧૭-યુયુ-૪૭૯૮)ની નીચે આવી જતાં આશરે ૩૦ ફૂટ સુધી રોડ પર ઘસડાયા હતા, જેને કારણે આ બન્ને યુવકોને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માત બાદ ઉપરોક્ત ડમ્પર અને ટ્રકચાલક વાહન મૂકી બનાવ સ્થળથી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, હાઈવે પર ભારે ટ્રાફિકજામ થતાં સેવાલિયા પોલીસ પણ દોડી આવી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. પોલીસે બન્ને મૃતકના વાલીવારસોને શોધવા કવાયત કરતાં બાઈકચાલક વિજય રાજુભાઈ મારવાડી (ઉં. વ. ૨૪) અને પાછળ બેઠેલા અજય તુલસીભાઈ મારવાડી (ઉં. વ. ૨૧) હોવાનું જાણવા મળ્યુ હતું. આ બન્ને યુવકો એક જ કુટુંબના હોવાથી અહીં આવેલા તેમના પરિવારના સભ્યોમાં ભારે આક્રંદ વ્યાપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/