fbpx
ગુજરાત

સુરતમાં કફ્ર્યૂ છતાં માથાભારે ઇસમે તલવારથી કેક કાપી જન્મદિવસ ઊજવ્યો

સુરતમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પર પોલીસ કમિશનરે રોક લગાવી છે. જાે કે, તેમ છતાં એક પછી એક બર્થ ડે સેલિબ્રેશનો પોલીસથી લઈને બુટલેગર અને માથાભારે તત્વો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં એક માથાભારે અને જુગારની ક્લબ સાથે સંકળાયેલા અક્રમ નામના ઈસમે રાત્રિના સમયે લોકોના ટોળા એકઠા કરીને જાહેરમાં ખુલ્લી તલવારો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. જાહેરમાં કેક કાપવાની સાથે સાથે ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ કફ્ર્યૂ સહિતના કાયદાના લીરે લીરા ઉડાવનાર અક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે કહ્યું કે, તપાસ ચાલુ છે કાર્યવાહી કરવામાં આવશે.

અક્રમ નામના માથાભારે અને અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમે પોલીસને પડકાર ફેંકતા બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અંગે જે તે વખતે પોલીસને જાણ થઈ હોવાનું પણ કહેવામાં આવે છે. જાે કે જે તે વખતે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ પાર્ટી વિસર્જીત થઈ ચૂકી હતી. શાહપોરમાં ગોરખધંધા ચલાવતા અસામાજિક તત્વ દ્વારા યોજાયેલી પાર્ટીમાં બાળકો પણ સામેલ હતાં. કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.

બર્થ ડે સેલિબ્રેશન મુદ્દે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ યુ. એલ. ડાભીએ જણાવ્યું હતુ કે, ઘટના ધ્યાન પર આવી છે. ચોક્કસ તપાસ કરીશું, વીડિયો થોડા દિવસ જૂનો છે એ વાત પાકી પણ તપાસ ચાલુ કરી છે પગલાં ભરીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/