fbpx
ગુજરાત

બોડકદેવમાં ૮,૦૬૦ સ્ક્વેર મીટરના પ્લોટ માટે ૧૫૧.૭૬ કરોડની બોલી લગાવાઈ

શહેરના પોશ એવા બોડકદેવ વિસ્તારમાં પ્રાઈમ લોકેશન પર આવેલા કોર્પોરેશનની માલિકીના ૮,૦૬૦ સ્કવેર યાર્ડના પ્લોટ માટે ૧૫૧.૭૬ કરોડની બોલી લગાવાઈ છે. ઈ-ઓક્શનમાં કોઈ પ્લોટ માટે અત્યારસુધી લગાવાયેલી આ સૌથી મોટી બોલી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રેષ્ઠ ઈન્ફ્રકાસ્ટ્રક્ચર ગ્રુપ દ્વારા આ ડીલ નક્કી કરાઈ છે. અગાઉ આ જ વિસ્તારમાં ૩,૫૬૯ ચોરસ મીટરનો પ્લોટ અન્ય એક ડેવલપર દ્વારા ૭૭.૦૪ કરોડમાં ખરીદાયો હતો.

એએમસીની પ્રેસ રિલીઝ અનુસાર, શ્રેષ્ઠ ઈન્ફ્રા દ્વારા ૧.૮૮ લાખ પ્રતિ ચોરસવારના હિસાબે બોલી લગાવાઈ હતી અને બેસિક પ્રાઈસ પેટે કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલી રકમ કરતાં વધુ રુપિયા ચૂકવાયા હતા. જે ૨૪.૧૮ લાખ રુપિયા જેટલા થાય છે. આ પ્લોટને ખરીદવા માટે બે બિલ્ડર મેદાનમાં હતા તેવું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ૧ જુલાઈના રોજ કોર્પોરેશન દ્વારા ૧૩ પ્લોટની હરાજી બોલાવાશે. કોરોનાકાળમાં કોર્પોરેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા આવક મેળવવી જરુરી બની છે, ત્યારે પ્લોટ વેચવાથી પ્રાપ્ત થતી રકમ તેનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. કોર્પોરેશને પોતાની માલિકીના ૧૬માંથી બે પ્લોટની હરાજી કરી દીધી છે, અને ૧૩ જેટલા પ્લોટને પણ યોગ્ય કિંમત આપવા તૈયાર હોય તેવા ખરીદદાર મળી જશે તેવી અધિકારીઓને આશા છે.

ગયા વર્ષે ૭ ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશને પાંચ પ્લોટ વેચીને ૭૦૦ કરોડ રુપિયાથી વધુ રકમ એકત્ર કરવાનો ટાર્ગેટ મૂક્યો હતો. જાેકે, ટાર્ગેટની સામે માત્ર રુ. ૩૦૬ કરોડ રુપિયા મેળવી શકાયા હતા. ગયા વર્ષે સોલા રોડ અને નિકોલ એમ બે વિસ્તારમાં આવેલા પ્લોટની હરાજી થઈ હતી. સોલાનો પ્લોટ એવન્યૂ સુપરમાર્કેટ દ્વારા ખરીદાયો હતો, જેણે ૬૪.૬૯ કરોડ અથવા ૧.૦૮ લાખ પ્રતિ ચોરસ મીટરનો ભાવ મૂક્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/