fbpx
ગુજરાત

સીએસની તમામ પરીક્ષાઓ ૧૦ ઓગસ્ટથી શરુ થશે ,સીએની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા ૫ જુલાઇથી અને ફાઉન્ડેશન પરીક્ષા ૨૪ જુલાઇથી શરુ થશે

દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થતાં સ્કૂલ, કોલેજ અને અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જેમાં સીએ અને સીએસની પરીક્ષાઓ પણ મોકુફ રહી હતી. હવે ફરીવાર કોરોના નિયંત્રણમાં આવતાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ૧૦ જૂનથી રજિસ્ટ્રેશન થવાનું હતું તે હવે ૧૭મી જૂનથી થશે. સીએ ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા ૫ જુલાઈથી તથા ફાઉન્ડેશન પરીક્ષા ૨૪મી જુલાઈથી અને સીએસની તમામ પરીક્ષાઓ ૧૦ ઓગસ્ટથી શરુ થશે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા-આઇસીએઆઇ દ્વારા મે-જુન સેશનની સીએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની તેમજ સીએ સંબંધિત અન્ય પરીક્ષાઓની નવી તારીખો તથા પરીક્ષાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે. ૨૧-૨૨મીથી શરૂ થતી ઈન્ટર-ફાઈનલ પરીક્ષાઓ મોકુફ થયા બાદ હવે સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ફાઉન્ડેશન પહેલા લેવાશે અને જે હવે એક જ દિવસે ૫મી જુલાઈથી શરૂ થશે.

ઈન્ટરમીડિએટમાં જુના અને નવા કોર્સમાં ગ્રુપ-૧ની ૬, ૮,૧૦ અને ૧૨મી તથા ગ્રુપ-૨ની ૧૪,૧૬ તથા ૧૮મી જુલાઈએ લેવાશે. નવા કોર્સમાં ગ્રુપ-૨માં એક પેપર ૨૦મી જુલાઈએ પણ છે. જ્યારે ફાઈનલમાં જુન અને નવા કોર્સમાં ગ્રુપ-૧માં ૫,૭,૯ અને ૧૧મી તથા ગ્રુપ-૨માં ૧૩,૧૫,૧૭ અને ૧૯મી જુલાઈએ લેવાશે. ઈન્ટર-ફાઈનલ બાદ ૨૪મી જુલાઈથી ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ થશે. જેમાં નવી સ્કિમમાં ૨૪મી,૨૬,૨૮મી અને ૩૦મી પેપર ૧થી પેપર-૪ની પરીક્ષા લેવાશે.
સીએસની પરીક્ષાઓ આ તારીખોમાં લેવાશે

ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા પણ સીએસ કોર્સીસની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે. મે-જુન સેશનની પરીક્ષાઓ કે જે અગાઉ ૧થી ૧૦ જુન સુધી લેવાનાર હતી તે હવે ૧૦ ઓગસ્ટથી શરૂ થનાર છે અને ૨૦ ઓગસ્ટ સુધી લેવાશે. દેશભરમાં લેવાનારી સીએસની પરીક્ષાઓ અંતર્ગત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓ લેવાશે.જેમાં ફાઉન્ડેશન કોર્સના પેપર ૧-૨ની પરીક્ષા ૧૩ જુલાઈ અને પેપર ૩-૪ની પરીક્ષા ૧૪ જુલાઈએ લેવાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/