fbpx
ગુજરાત

૧.૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો, સુરતમાં વાહન ચોરી કરતી ટોળી બાઇક વેચવા જતાં ઝડપાઇ

રાંદેર પોલીસે વાહન ચોર ગેગને ઝડપી પાડી ચોરીની ૭ બાઇક ઝડપી પાડી છે. રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ૭ ગુના ઉકેલી કાઢ્યા છે. પોલીસે ૧.૭૩ લાખ નો મુદ્દા માલ કબજે લઇ આગળ ની તપાસ હાથ ધરી છે. વાહનચોર ટોળકી વાહન ચોર્યા બાદ બાઈક વેચાણ કરવા નીકળી હતી. જે અંગેની બાતમી પોલીસને અગાઉ મળી જતાં ગેંગને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાંદેર પોલીસે જણાવ્યું હતું કે,રાંદેર બોટનીકલ ગાર્ડનની પાછળના રોડ ઉપર એક ઈસમ ચોરીની બાઇક વેચવા આવ્યો હોવાની બાતમીના આધારે પેટ્રોલીગ દરમિયાન આરોપી સાહીલ ઉર્ફે શીવ હરીશભાઇ મેસુરીયા (ધંધો.વાળદનું કામ રહે. બિલ્ડીંગનીએ-૪, મ.ન.૧૫ ચોથા માળે, માધવ સરસ્વતી સ્કુલની સામે આવેલ એસએમએસ આવાસ, ઉગત રાંદેર સુરત) પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસમાં બીજી બાઇક અજ્ઞાન જગ્યા એ સંતાડી રાખેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીની બાઇક ખરીદનાર ભાવેશ રધુભાઇ ભરવાડ (મીર) (રહે.મ.ન.૧૦૭૮ આંબેડકરનગર વસાહત, ઝઘડીયા ચોકડી, પાલનપુર રાંદેર સુરત) પાસેથી પણ ૨ બાઇક કબજે લીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/