જામનગરમાં ૧૨ વર્ષના પુત્રએ માતાને માર મારતા પિતાનો ઉતારેલો વીડિયો વાયરલ
જામનગરમાં એક યુવતી અને યુવાન વચ્ચે થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં એકાએક મારામારીનો દ્રશ્યો સામે આવે છે. જેમાં એક ઘરમાં પ્રથમ યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થાય છે અને એકાએક યુવાન ગુસ્સે ભરાય છે અને યુવતીને આંતરી ધોલધપાટ કરે છે. આખરે ફડાકા વાળી થતા જ યુવાન ઘરની બહાર નીકળી જાય છે અને ત્યારબાદ તેની પાછળ યુવતી પણ મોટે મોટેથી બૂમો પાડતી બહાર આવે છે. આ બનાવમાં બંને વચ્ચે મનદુઃખ થતા મામલો મારામારી પર ઉતરી આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ક્યાં કારણોસર આ બનાવ બન્યો તે જાણી શકાયું નથી.
બીજી બાજુ આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, જામનગર શહેરમાં પ્રેમ લગ્ન કરનાર મહિલાને ગૃહકંકાસના કારણે પતિ અને મામાજી સસરાએ ર્નિલજ્જ હુમલો કર્યાની ફરિયાદ સોશ્યલ મીડીયામાં પતિ માર મારતો હોવાનો વિડીયો વાયરલ જતાં ચકચાર જાગી છે.
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર રહેતી ૩૮ વર્ષીય મહિલા વેજલબેને ૧૩ વર્ષ પહેલા ભાવિકભાઈ અમૃતલાલ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તેઓ સાસુ-સસરા અને પતિ સાથે રહેતા હતાં અને ઘરમાં ચાલતા ઝગડાઓના કારણે મહિલા ઉપર રહે છે. ગૃહકંકાસના કારણે મહિલા ઉપર ગત તા.૭ના રોજ પતિ ભાવિક શાહ અને મામાજી સસરા રાજેશ ગોસરાણીએ ઝગડો કરીને ર્નિલજ્જ હુમલો કર્યો હતો.
મહિલા બુમો પાડવા લાગતા તેઓ ચાલ્યા ગયા હતાં. જે અંગેની વેજલબેને પોલીસમાં પતિ અને મામાજી સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ એમ.એલ.ઓડેદરાએ આરોપીઓની શોધખોળ આરંભી છે. પતિ અને મામાજી સસરાએ ઝગડો કરીને કરેલા હુમલાનો મહિલા સાથે રહેતો ૧૨ વર્ષના પુત્રએ વિડીયો ફોનમાં બનાવી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં શહેરમાં સારી એવી ચકચાર જાગી છે.
મહિલાએ વર્ષો પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાથી પરિવારજનો અને કુટુંબના કોઈ વેવાર રાખતું નથી. જેથી સાસરીયાઓ તેનો લાભ લે છે અને અવાર-નવાર મારકુટ કરતા હોવાનો મહિલાએ વિડીયોમાં આક્ષેપો કર્યા છે.
Recent Comments