fbpx
ગુજરાત

સુરતમાં સરદાર બ્રિજ પર પીકઅપ ટેમ્પો પલ્ટી જતાં બ્રિજ પર ગૌમાંસ વેરવિખેર થતાં ચકચાર

સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો પલટી ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ છે. ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો.

પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા .માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જાેવા મળતા ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો. તેમજ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.

ઉમરા પીઆઇ કે.બી. ઝાલાએ જણાવ્યું કે વહેલી સવારે સરદાર બ્રિજ પર ઘટના બની હતી. પીકઅપ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે તેમજ એફ.એસ.એલ.માં મોકલીને બ્રિજ ઉપર જે માંસ મળ્યું છે, તે ગૌવંશ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જાે ગૌવંશ હોવાનું માલૂમ પડશે તો એફઆઇઆર કરવામાં આવશે.

સમાજસેવી અને ગૌશાળા ચલાવનાર વિનોદ જૈનને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટના સ્થળ પર પહોંચીને વીડિયો લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેથી સ્થળ પર પોલીસે તેને રોકીને ધક્કામુક્કી કરી હતી. જેમાં તેમને સામાન્ય ઈજા પણ થઈ હતી. જાેકે પોલીસે આ માટે તેમણે મોબાઈલમાં વીડિયો ન ઉતરવા દીધો તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/