fbpx
ગુજરાત

મહેસાણામાં ટેક્સ આસિસ્ટન્ટ અને પટાવાળો ૪૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

જિલ્લાની ઇન્કમટેક્ષ ઓફિસમાં એક અરજદારનું પાનકાર્ડ ખોવાઈ ગયું હોવાથી તેના નંબરની જાણકારી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં ટેક્સ અસિસ્ટન્સના ટેબલ પર પોતાનો પાનકાર્ડ નંબર જાણવા રકજક કરતા ટેક્સ આસિસ્ટન્ટ હર્ષદભાઈ નાયી અને પટાવાળો અલ્પેશ શ્રીમાળી દ્વારા ૫૦૦ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.
આ અરજદાર લાંચ આપવા ન ઇચ્છતા હોવાથી તેમને સમય સુચકતા અને સાવધાનીપૂર્વક મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી ટીમનો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબીની ટીમે અરજદાર સાથે રહી મહેસાણા ઇન્કમટેક્સ ઓફિસમાં છટકું ગોઠવી ટેક્સ આસિસ્ટન્ટ વતી ૪૦૦ રૂપિયાની લાંચ લેતા પટાવાળાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસીબીની ટીમે મહેસાણા ઇન્કમટેક્સ ઓફિસમાં લાંચીયા કર્મચારીઓને પકડવામાં સફળતા મળી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે પાનકાર્ડ નંબર જાણ કરવા મામલે ૪૦૦ રૂપિયા લાંચ માગવાના પ્રકરણમાં ટેક્સ આસિસ્ટન્ટ હર્ષદભાઈ કાંતિભાઈ નાયી વર્ગ૩ સરકારી કર્મચારી અને કરાર આધારિત ફરજ બજાવતા પટાવાળા અલ્પેશ બળદેવભાઈ શ્રીમાળી સામે લાંચની રકમ માગી સ્વીકારવા મામલે ગુનો નોંધી અટકાયત કરતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/