fbpx
ગુજરાત

વડોદરામાં લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મયુદ્દીન ઝડપાયો

શહેરમાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવ-જેહાદના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયંર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે.

શહેરમાં લવ-જેહાદના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. કારેલીબાગમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમની મોટી સગીર પુત્રી ગત ૨જી તારીખે રાતે તેના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી નહોતી. જાેકે એક મહિના અગાઉ કાસમઆલા કબ્રસ્તાન નજીક ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો અને મજૂરીકામ કરતો મયુદ્દીન ઉર્ફે મયૂર પઠાણ તેમના ઘરે બેસવા આવતો હતો. તે તેમની પુત્રીને એકાંતમાં શારીરિક અડપલાં કરતો હતો.

એ સમયે સગીરાની માતાએ આમ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી પરિવારે મયુદ્દીનના ઘરે જઈ તપાસ કરી હતી તો તે મળ્યો નહોતો. પરિવારે જાણ કરતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેને પાવાગઢ નજીકના ગામડામાંથી ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછમાં મયુદ્દીન ઉર્ફે મયૂર તેને લઈને પાવાગઢની તળેટી, બાસ્કા અને બીજાં અનેક ગામોમાં ફર્યો હતો. તેણે સગીરા પર અનેકવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/