fbpx
ગુજરાત

અંબાજીમાં ૧૪ જૂનથી ભક્તો માટે વિનામૂલ્યે ભોજન શરુ કરાશે

બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી મંદિરમાં દર્શને આવતાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન મળશે. સદાવ્રત પ્રોજેક્ટ હેઠળ ૧૪ જૂનથી સેંકડો ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. અંબાજી એ મા જગદંબાનું મંદિર છે અને અહીંયા દર વર્ષે માતાના દર્શન કરવા માટે હજારો ભક્તો આવે છે.
અંબાજી મંદિરના ટ્રસ્ટે સદાવ્રત માટે અંબિકા ભોજનાલયની શરૂઆત કરી હતી, જેનું સંચાલન જલિયાણા સદાવ્રત દ્વારા સંચાલિત જય જલિયાણા ફાઉન્ડેશન કરતું હતું.

સદાવ્રતનું આયોજન ત્રણ મહિના માટે કરવામાં આવ્યું છે અને તે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલના નિરીક્ષણ હેઠળ સંચાલિત કરવામાં આવશે, જેઓ અંબાજી મંદિરમાં સંચાલન કરતાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના પૂર્વ પ્રભારી છે.

એએએમડીટીના વહીવટદાર એસ.જે. ચાડવાએ જણાવ્યું હતું કે, મંદિર દર વર્ષે લગભગ ૨૦ લાખ ભક્તોને ભોજન પૂરું પાડતું હતું, પરંતુ ટોકનની કિંમતે. ‘જાે કે, કેટલાક દાતાઓ આગળ આવ્યા હકા અને મંદિરના ટ્રસ્ટ વતી વિનામૂલ્યે ભોજન પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પટેલે ફૂડ મેનેજમેન્ટ તે દાતાઓને સોંપવાનું નક્કી કર્યું છે’, તેમ ચાવડાએ કહ્યું હતું.

Follow Me:

Related Posts