fbpx
ગુજરાત

કેડિલા બાળકો પર કોરોના રસી માટે ઇમરજન્સી માંગણી કરે તેવી શક્યતા

દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી ગઇ છે પરંતુ એક્સપર્ટસનું માનીએ તો આપણે આ વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને ઝપટમાં લઇ શકે છે. તો બીજીબાજુ ૧૨ થી ૧૮ વર્ષના બાળકો પર કોવિડ રસીનું ટેસ્ટ કરી રહેલા ઝાયડસ કેડિલા ટૂંક સમયમાં જ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી પોતાની વેકસીન માટે ઇમરજન્સી મંજૂરીની માંગણી કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે જાે કેડિલાને આ ટેસ્ટની મંજૂરી મળી જાય છે તો આ દુનિયાની પહેલી ડ્ઢદ્ગછ-ॅઙ્મટ્ઠજદ્બૈઙ્ઘ કોવિડ વેકસીન હશે. તો સરકાર અને કંપનીના સૂત્રોએ પુષ્ટિ કરી કે અમદાવાદ સ્થિત ફર્મ લગભગ એક સપ્તાહમાં ડ્રગ રેગ્યુલેટરને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરીની માંગણી કરી શકે છે.

એક સરકારી અધિકારીએ કહ્યું કે કેડિલાની બાળકો પર પરીક્ષણવાળી રસી ટેસ્ટિંગના ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. કંપની ટૂંક સમયમાં જ પોતાની રસી માટે ઈેંછનું સર્ચ કરી શકે છે. કંપનીની તૈયારી પોતાની રસી માટે જૂન કે જુલાઇના અંત સુધીમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની સંભાવના છે.

ઢઅર્ઝ્રદૃ-ડ્ઢ અમદાવાદ સ્થિત ઢઅઙ્ઘેજ-ઝ્રટ્ઠઙ્ઘૈઙ્મટ્ઠ દ્વારા વિકસિત કરવામાં આવેલ વેકસીન છે. આ રસીમાં ખાસ એ છે કે આ માનવ કોશિકાઓને જીછઇજી-ર્ઝ્રફ-૨ એન્ટીજન બનાવા માટે એક ઇમ્યુન રિસપોન્સ પ્રાપ્ત કરવાનો નિર્દેશ આપવા માટે પ્લાસ્મિડ ડીએનએનો ઉપયોગ કરે છે. આથી આ વેકસીનને ૨-૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સ્ટોર કરીને રાખી શકે છે જ્યારે ફાઇઝર-બાયોએનટેક વેકસીનને -૭૦ ડિગ્રી સેલ્સિયસ કે કમ સે કમ -૧૫ થી -૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી કોલ્ડ-ચેનમાં રાખવી જરૂરી છે.

Follow Me:

Related Posts